
The Road Home
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
જય આદ્યાશક્તિ મા, જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યાં મા ૐ જયૐ જયૐ મા જગદંબે
દ્વિતીયા બે સ્વરૂપ, શિવશક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાઉં, હર ગાઉં હર મા ૐ જયૐ જયૐ મા જગદંબે
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા ૐ જયૐ જયૐ મા જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં ચાર ભુજા ચૌદિશા, પ્રગટ્યાં દક્ષિણમાં ૐ જયૐ જયૐ મા જગદંબે
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા પંચ તત્ત્વ ત્યાં સોહીએ, પંચે તત્ત્વો મા ૐ જયૐ જયૐ મા જગદંબે
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો નરનારીના રૂપે, વ્યાપ્યાં સર્વે મા ૐ જયૐ જયૐ મા જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા ૐ જયૐ જયૐ મા જગદંબે
અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા સુરનર મુનિજન જન્મ્યા, દેવ દૈત્યો મા ૐ જયૐ જયૐ મા જગદંબે
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધાં હરિ બ્રહ્મા ૐ જયૐ જયૐ મા જગદંબે
દશમી દશ અવતાર, જય વિજયાદશમી રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા ૐ જયૐ જયૐ મા જગદંબે
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા ૐ જયૐ જયૐ મા જગદંબે
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા ૐ જયૐ જયૐ મા જગદંબે
તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા ૐ જયૐ જયૐ મા જગદંબે
ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની મા ૐ જયૐ જયૐ મા જગદંબે
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ મુનિએ વખાણ્યાં, ગાઈ શુભ કવિતા ૐ જયૐ જયૐ મા જગદંબ