
Mithi Vaat
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
હું સાથે નથી, ત્યારે હોઠે તું,
સાથે હોઉં ત્યારે હાથમાં તું,
ભાગ્યશાળી છે તું, ઓ મોરલી,
સદાય શ્યામની સાથે તું.
શબ્દો મારા સાંભળે,
વાત તારાથી કરે,
પ્રેમની વાત હું કરું જ્યારે,
જવાબ તારા સૂરોથી મળે.
શ્યામનું મન સમજવા,
મારે શબ્દો શોધવા પડે,
પણ એમના મનની દશા,
તારામાં સહજતાથી વહે.
સૌને મળે શ્યામની ઝલક,
મને એમનું થોડું ધ્યાન મળે,
કમાલની છે વાંસળી તું,
તને તો શ્યામનો શ્વાસ મળે.
મનમાં થયું, આજે જોઉં,
તારા વિના શ્યામ શું કરશે?
શ્યામના હોઠેથી કદાચ,
પ્રેમની નવી વાતો નીકળશે?
જ્યાં શ્યામ તને રાખતા,
ત્યાં તો તું ના દેખાઈ,
નજર ભટકતી રહી,
ચહેરા પર ઉદાસી છવાઈ.
તને શોધતા શ્યામને જોઈ,
મનમાં થોડી ઈર્ષા વર્તાઈ,
પણ શ્યામને ઉદાસ જોઈ,
મારી પાંપણ ભીંજાઈ.
ધીમે પૂછ્યું મેં શ્યામને,
કહો, મોરલીમાં એવું શું?
મોરલીને આટલો સાથ,
એનું કારણ શું?
શ્યામે કહ્યું…
તું જ્યારે પાસે નથી હોતી,
તારી યાદો જ મારા શ્વાસ છે,
સૂર બનાવી એને,
હું મોરલીમાં પરોવું છું,
તારા પ્રેમનો રસ હું,
મોરલીમાં અનુભવું છું.